લખાણ પર જાઓ

લેન્થેનમ

વિકિપીડિયામાંથી

લેંથેનમ એ એક રાસાયણિક તત્વ જેની સંજ્ઞા La અને અણુ ક્રમાંક ૫૭ છે. આ એક ચળકતું સફેદ ધાતુ તત્વ છે જેનો સમાવેધ આવર્તન કોઠાના ત્રીજા સમૂહમાં થયેલો છે. લેંથેનાઈડ્ઝ શ્રેણીનું આ પ્રથમ તત્વ છે. અમુક દુર્લભ પાર્થિવ ખનિજોમાં આ તત્વ મળી આવે છે. આ ધાતુ પ્રાયઃ સેરિયમ અને અન્ય દુર્લભ પાર્થિવ તત્વોઓ સાથે મળી આવે છે. આ પ્રસરણશીલ, તંતુભવનક્ષમ અને મૃદુ ધાતુ છે. આ ધાતુને હવામાં ખુલ્લી રાખતાં તેનું ઝડપથેએ ઓક્સિડેશન થાય છે. આને મોનેઝાઈટ અને બેસ્ટેનસાઈટ નામની ખનિજમાંથી અટપટી વિવિધ સ્તરીય નિષ્કર્ષણ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. લેંથેનમના સંયોજનો ઉદ્દીપક તરીકે, કાંચની બનવટમાં, સ્ટુડિયોની કાર્બન લાઈટિંગ અને પ્રોજેક્શન માટે, લાઈટર અને ટોર્ચમાં જ્વલન તણખો ઉત્પન્ન કરનાર તત્વ તરીકે , ઈલેક્ટ્રોન કેથોડ તરીકે, સ્કીંટીલેટર (પદાર્થમાં ચળકાટ ઉત્પન્ન કરવા) તરીકે અને અન્ય ઉપયોગ ધરાવે છે. લેંથેનમ કાર્બોનેટ (La2(CO3)3) નો ઉપયોગ કીડની ફેલના ઈલાજ માટે માન્ય કરાયો છે.