લખાણ પર જાઓ

ડાંગ જિલ્લો

વિકિપીડિયામાંથી
ડાંગ જિલ્લો
સાપુતારા
સાપુતારા
નકશો
ડાંગ જિલ્લાનો નકશો
ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 20°45′31.7″N 73°41′19.0″E / 20.758806°N 73.688611°E / 20.758806; 73.688611
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકઆહવા
વિસ્તાર
 • કુલ૧,૭૬૪ km2 (૬૮૧ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૨,૨૮,૨૯૧
 • ગીચતા૧૩૦/km2 (૩૪૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી, અંગ્રેજી
 • મુખ્ય બોલાતી ભાષાઓખાનદેશી, ગુજરાતી, ભીલી, મરાઠી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વેબસાઇટdangs.nic.in
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ

ડાંગ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે. તેનું મુખ્ય મથક આહવા ખાતે આવેલું છે. ડાંગનો વિસ્તાર ૧૭૬૪ ચો.કિમી. અને વસ્તી ૨,૨૮,૨૯૧ (૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે) છે.[] ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી તે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે.[] આયોજન પંચ મુજબ, ડાંગ ભારતના ૬૪૦ જિલ્લામાંથી સૌથી વધુ આર્થિક રીતે પછાત જિલ્લાઓમાં સ્થાન પામે છે.[] જિલ્લાની ૯૪% વસ્તી આદિવાસીઓમાં સ્થાન પામે છે.[][] માત્ર ડાંગના પાંચ રાજાઓ જ ભારત સરકાર દ્વારા માન્યતા પામેલ હોય તેવા વંશપરંપરાગત રાજાઓમાં સ્થાન પામ્યા છે, જે ઇ.સ. ૧૮૪૨ના બ્રિટિશ રાજ અને રાજાઓ વચ્ચેના કરારના કારણે છે.[][]

જિલ્લાનો વિસ્તાર ૧,૭૬૪ ચો.કિ.મી. છે. ડાંગ જિલ્લાની ઉત્તર દિશાને અડીને તાપી જિલ્લો, પશ્ચિમ દિશાને અડીને નવસારી જિલ્લો, જ્યારે પૂર્વ દિશા તેમ જ દક્ષિણ દિશાને અડીને મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે.

આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે.

ડાંગ જિલ્લાની મહત્વની નદીઓ નીચે પ્રમાણે છે:

તાલુકાઓ

[ફેરફાર કરો]

ડાંગ જિલ્લામાં માત્ર એક જ આહવા તાલુકો આવેલો હતો. તેનું વિભાજન કરીને બે નવાં તાલુકાઓ બનાવવામાં આવ્યા છે.[]

ભૌગોલીક અને સાંસ્કૃતિક મહત્વ

[ફેરફાર કરો]

ડાંગ જિલ્લાને બ્રિટિશરો The Dangs નામથી ઓળખતા હતા. અહીં હોળી (શીમગા) તહેવાર વખતે યોજાતા ડાંગ દરબાર ના કારણે ડાંગ જાણીતું છે.

ઐતિહાસિક વસ્તી
વર્ષવસ્તી±% p.a.
૧૯૦૧૧૮,૩૩૩—    
૧૯૧૧૨૮,૯૨૬+4.67%
૧૯૨૧૨૪,૧૪૨−1.79%
૧૯૩૧૩૩,૪૯૫+3.33%
૧૯૪૧૪૦,૨૩૬+1.85%
૧૯૫૧૪૭,૨૮૨+1.63%
૧૯૬૧૭૧,૫૬૭+4.23%
૧૯૭૧૯૪,૧૮૫+2.78%
૧૯૮૧૧,૧૩,૬૬૪+1.90%
૧૯૯૧૧,૪૪,૦૯૧+2.40%
૨૦૦૧૧,૮૬,૭૨૯+2.63%
૨૦૧૧૨,૨૮,૨૯૧+2.03%
સંદર્ભ:[૧૦]

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ડાંગની વસ્તી ૨,૨૮,૨૯૧ વ્યક્તિઓની છે,[] જે વાનુટુ દેશની વસ્તીની બરાબર છે.[૧૧] ભારતના ૬૪૦ જિલ્લાઓમાં ડાંગ વસ્તીની દ્રષ્ટિએ ૫૮૭મો ક્રમ ધરાવે છે.[] જિલ્લાની વસ્તી ગીચતા ૧૨૯ વ્યક્તિ/ચો.કિ.મી. છે.[] તેનો વસ્તી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ દરમિયાન ૨૧.૪૪% રહ્યો હતો.[] ડાંગમાં જાતિ પ્રમાણ ૧૦૦૦ પુરુષોએ ૧૦૦૭ સ્ત્રીઓનું છે અને સાક્ષરતા દર ૭૬.૮% છે.[]

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ડાંગના ૫૯.૫૯% લોકો ડાંગી ભાષા, ૩૨.૫૫% લોકો ગુજરાતી, ૩.૧૮% લોકો ગામીત, ૨.૦૦% લોકો મરાઠી અને ૧.૨૧% લોકો હિંદી તેમની માતૃભાષા તરીકે બોલે છે.[૧૨]

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]
ગિરા ધોધ

રાજકારણ

[ફેરફાર કરો]

વિધાન સભા બેઠકો

[ફેરફાર કરો]
મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૭૩ ડાંગ (ST) વિજયભાઇ પટેલ ભાજપ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "The Dangs District Population Religion - Gujarat, The Dangs Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-09-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૭.
  2. "Archived copy". મૂળ માંથી 2007-07-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-27.CS1 maint: archived copy as title (link)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ "District Census 2011". Census2011.co.in. 2011. મેળવેલ 2011-09-30.
  4. "Governance in Gujarat Under Modi - A Critique"
  5. "About Dang". મૂળ માંથી 2021-07-21 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-21.
  6. "Konkanian Origin of the 'East Indians'".
  7. Dangs darbar gets off to royal start
  8. Dangs Darbar kicks off at Ahwa
  9. "New Districts and Talukas of Gujarat". www.updatesmarugujarat.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 7 જૂન 2017 પર સંગ્રહિત. મેળવેલ 23 June 2017.
  10. Decadal Variation In Population Since 1901
  11. US Directorate of Intelligence. "Country Comparison:Population". મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2011-10-01. Vanuatu 224,564 July 2011 est.
  12. 2011 Census of India, Population By Mother Tongue

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]