ચંપારણ અને ખેડા સત્યાગ્રહ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સત્યાગ્રહનો પ્રયોગ ગાંધીજીએ સૌ પ્રથમ વખત ગુજરાતના ખેડા જિલ્લામાં અને બિહારના ચંપારણ જિલ્લામાં ૧૯૧૮ અને ૧૯૧૯ દરમ્યાન કર્યો હતો. ચંપારણમાં સત્યાગ્રહ સૌ પ્રથમ ચાલુ થયો પણ "સત્યાગ્રહ " નામનો વપરાશ રોલેટ એક્ટના વિરોધ સમયે શરૂ થયો.

ચંપારણ , બિહાર[ફેરફાર કરો]

બિહારમાં આવેલા ચંપારણમાં હજરો ભૂમિ રહીત ગરીબ ખેડૂતો અને બંધિયા મજૂરો પાસે બળજબરીથી ખોરાકમાટે જરૂરી એવા ધાન્યને બદલે ગળી અને અન્ય રોકડીયા પાક લેવડાવવામાં આવતા હતા. વળી આ પાકો તેમની પાસેથી અત્યંત ઓછી કિંમતે ખરીદાતા. આ ખેડૂતો જમીનદારો (મોટે ભાગે બ્રિટિશ)ના દમન નીચે કચડાયેલા હતાં આને તેમની આર્થિક સ્થિતી અત્યંત દયનીય હતી. ત્યાંના ગામડાઓ અત્યંત ગંદા અને અસ્વાસ્થયકારી હતાં. દારૂની લત, અસ્પૃશ્યતા અને પર્દા પ્રથા જેવા કુરિવાજો પ્રવર્તમન હતાં. આ સાથે ત્યાં ભૂખમરાની સ્થિતી ફાટી નીકળી. આવી સ્થિતીમાં અંગ્રેજ સરકારે તેમના પર અતિરિક્ત કર લાદ્યો. ખોરક અને ધન બંનેની અછતમાં સ્થિતી સ્ફોટક બની ગઈ અને ખેડૂતોએ ગળીના પાક લેવા સામે ૧૯૧૮ (પીપરા) અને ૧૯૧૬ (તુરકૌલિયા)માં બળવો પોકાર્યો. રાજ કુમાર શુક્લા મહાત્મા ગાંધીને ચંપારણ લઈ ગયાં અને ત્યાં ચંપારણ સત્યાગ્રહ શરૂ થયો. ગાંધીજી ચંપારણમાં [૧] ખ્યાતનામ વકીલો જેમકે[૨] વ્રજ કિશોર પ્રસાદ, રાજેન્દ્ર પ્રસાદ, અનુગ્રહ નારાયણ સિન્હા અને આચાર્ય ક્રિપલાની વગેરેની સાથે આવ્યાં.[૩]

ખેડા, ગુજરાત[ફેરફાર કરો]

ખેડા જિલ્લામાં ખેડૂતો જમીનના માલિકો હતાં અને બિહારના ખોડૂતો કરતાં થોડી સારી સ્થિતીમાં હતાં. જોકે આમ છતાં પણ સમગ્ર જિલ્લામાં ગરીબી પ્રવર્તમાન હતી. અત્યંત ઓછી પ્રાકૃતિક સંપદા, અસ્પૃષ્યતા જેવા કુરિવાજો, અને અંગ્રેજો દ્વારા થતી અવગણના અને દમન પ્રવર્તમાન હતાં.[સંદર્ભ આપો]

આવા સંજોગોમાં ભૂખમરો ફાટી નીકળ્યો અને ખેતી આધારિત અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ. આવી સ્થિતીમાં જ્યારે ખેડૂતોને પોતાને ખાવા માટે પૂરતું ન હતું તેવામાં અંગ્રેજ સરકારે (બોમ્બે પ્રેસીડેન્સીએ) કર વેરો ભરવાનો હુકમ કર્યો એટલું જ નહીં પણ તે વર્ષે કરાયેલલો ૨૩%નો વધારો પણ ભરવાનો હુકમ કર્યો.

ગાંધીજીએ બતાવેલો ઉપાય[ફેરફાર કરો]

લોકોની તકલીફોને દાદ મળે તે માટે ઘણા નગર સંગઠનો સરકારને અરજીઓ મોકલવી કે વર્તમાનપત્રોમાં અગ્રલેખ લખવા જેવા પગલા લેતા હતાં પરંતુ ગાંધીજીએ "સત્યાગ્રહ" - અહિંસક કાનૂન ભંગનો માર્ગ સૂચવ્યો. અહીંસક રહેવા સાથે ગાંધીજી ભારતીય લોકોમાં દમનનો પ્રતિરોધ કરવાની ઈચ્છા શક્તિને જાગૃત કરવા ઈચ્છતા હતાં.

ગાંધીજીએ એ વાત પર પણ જોર આપ્યું હતું કે આ લડત દ્વારા "સ્વરાજ્ય" કે "સ્વતંત્રતા" જેવા રાજનૈતિક મુદ્દાઓ ન આવરી લેવાય. આ લડત રાજનૈતિક મુક્તિની ન હોતા માનવ હક્કોના દમનની વિરોધમાં હતી. દેશના અન્ય ભાગો પાસેથી આવેલી મદદ સ્વીકારતાં ગાંધીજીએ એ વાત પર પણ જોર આપ્યું કે દેશના અન્ય જિલ્લાઓ કે રાજ્યો સરકાર વિરુદ્ધ બળવો ન કરે. આ ઉપરાંત રાષ્ટ્રીય મહાસભા નૈતિક ટેકો આપવાના ઠરાવ સિવાય અન્ય રીતે આ લડતમાં શામિલ ન થાય તેની પણ તેમણે તકેદારી રાખી હતી. અંગ્રેજ સરકાર આ લડતને બળવામાં ખપાવીને તેને દાબી ન શકે એ ઉદ્દેશ્યથી આવા પગલાં લેવાયાં હતાં.

ચંપારણ[ફેરફાર કરો]

[[ચિત્|thumb|right|195px| બેઠેલી વ્યક્તિઓ ડાબેથી શરૂ કરી રાજેન્દ્ર પ્રસાદ અને અનુગ્રહ નારાયણ સિન્હા ૧૯૧૭ના ચંપારણ સત્યાગ્રહ દરમ્યાન ]] ગાંધીજીએ ચંપારણમાં એક આશ્રમ સ્થાપ્યો. અહીંથી તેઓ નવા સ્વયંસેવકો અને ટેકેદારોની ચળવળનું વ્યવસ્થાપન કરતાં. તેમણે ગામડાઓનો તલસ્પર્શી અભ્યાસ કરાવડાવ્યો. તેમણે સામાન્ય જીવન સ્તર સાથે અંગ્રેજ સરકારના દમન અને પીડાઓની સંપૂર્ણ વિગતો મેળવી અને નોંધી.

ગામડાઓના લોકોનો વિશ્વાસ પ્રાપ્ત થતાં તેમણે ગામડાઓમાં સફાઈ અભિયાન, શાળાઓ અને હોસ્પીટલોનું બાંધકામ, પરદા પ્રથા અને અસ્પૃશ્યયતા નિવારણ જેવી સમાજ સુધારણાના કાર્યક્રમોનો પ્રારંભ કર્યો. ઘણા રાષ્ટ્રવાદી નેતાઓ જેમકે વ્રજકિશોર પ્રસાદ, રાજેન્દ્ર પ્રસાદ, અનુગ્રહ નારાયણ સિન્હા, રામ નવમી પ્રસાદ અને જવાહરલાલ નહેરુ આદિ એ તેમને સાથ આપ્યો.

અંગ્રેજ સરકારે તેમના પર અશાંતિ ફેલાવવાનો આરોપ મૂકે તેમને રાજ્ય છોડી જવાનો હુકમ જારી કર્યો. હજારો લોકોએ પોલીસ સ્ટેશનો અને ન્યાયાલયોની બહાર પ્રદર્શનો કરીને તેમની ધરપકડનો વિરોધ કર્યો. અને ન્યયાલયે કમને તેમને છોડી મુકવાનો આદેશ આપવો પડ્યો. જમીનદારોને વિરુદ્ધ થયેલો સુનિયોજિત વિરોધ અને પ્રદર્શનોને કારણે અંગ્રેજ સરકારના નિર્દેશનમાં એક કરાર થયો. જેમાં ખેડૂતોને વધારે વળતર અને પાકની પસંદગી કરવાની છૂટ આપવામાં આવી, કરમાં કરાયેલો વધારો નાબૂદ થયો અને ભૂખમરાની વિપડા ટળે ત્યાંસુધી કરવધારો મોકૂફ રખાયો. આ ચળવળ દરમ્યાન ગાંધીજીને લોકોએ પ્રેમથી "બાપુ" અને "મહાત્મા" તરીકે સંબોધવાનું શરૂ કર્યું.

ખેડા[ફેરફાર કરો]

ગાંધીજી- ૧૯૧૮ના ખેદા સત્યાગ્રહ દરમ્યાન.

ગુજરાતમાં ચાલેલી ચળવળના ગાંધીજી માત્ર આધ્યાત્મીક કે નૈતિક આગેવાન હતાં. તેમના મુખ્ય સેનાપતિ એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય ગાંધેવાદીઓ જેમ કે નરહરી પરીખ, મોહનલાલ પંડ્યા અને રવિ શંકર વ્યાસ જેવા વ્યક્તિઓએ ગામડા ગામની મુલાકત લીધી લોકોને સમજાવ્યાં અને તેમની લડતને રાજનૈતિક પીઠબળ અને નિર્દેશનો આપ્યાં. ગુજરાતના અમદાવાદ અને વડોદરા જેવાં શહેરોના ઘણાં લોકો આ ચળ્વળમામ્ જોડાયાં, પણ ગાંધીજી અને સરદાર પેટેલએ ભરતાના અન્ય રાજ્યોમાંથી લોકોનો આમાં જોડાવવાનો વિરોધ કર્યો, તેઓ આને શુદ્ધ ગુજરતીઓની સ્થાનિય ચળવળ બનાવી રાખવા ઈચ્છતા હતાં.

પટેલ અને તેમના સહયોગીઓએ કર વિરોધી આંદોલન શરૂ કર્યું. ખેડા જિલ્લાના સર્વ જ્ઞાતિઓના લોકોએ તેમાં સહભાગ આપ્યો.ખેડા જિલ્લાના ખેડૂતોએ એ અરજી લખીને ભૂખમરાની સ્થિતીને કારણે કરવેરો નાબૂદ કરવાની માંગણી કરી. આ અરજી બોમ્બે પ્રેસીડેંસી એ રદ્દ કરી. તેમણે ધમકી આપી કે જો ખેડૂતો કર નહીં ભરે તો તેમની જમીન અને અન્ય અસ્કાયતો તાબે કરવામાં આવશે અને એક વખત જપ્ત થયેલી મિલ્કત કરવેરો ભરી દેતાં પણ પાછી નહી અપાય. તેમ છતાં પન કોઈ પન ગામડાના લોકોએ કર ન ભર્યો.

કર ન જમા થતાં સરકારે ખેતોની જમીન, ઢોર આદિ જપ્ત કરવા માણસો મોકલ્યાં અને ખેતીવાડીની જમીનો જપ્ત કરવાનો આદેશ પોલીસને અપાયો.પોલીસ દ્વારા થતી અટકાયતોનો ખેડૂતોએ વિરોધ ન કર્યો કે નતો પોલીસો નો વળતો સામનો કે પ્રતિકાર કર્યો.આથી વિપરીતે તેમણે પોતાની મિલ્કતો 'ગુજરાત સભા'ને દાનમામ્ આપી જેણે આ ચળવળનું આયોજન કર્યું હતું.

આ ચળવળમાં એકતા અને શિસ્તનું અજોડ પ્રદર્શન થયું. જ્યારે તેમની જમીન , ઘર અને ઢોર આદિ દરેક વસ્તુ જપ્ત કરાઈ ત્યારે પણ મોટા ભાગના ખેડોતો શાંત રહ્યાં અને સરદાર પટેલને ટેકો આપ્યો.અન્ય ભાગમાં રહેતાં સહાનૂભૂતિ ધરાવતા ગુજરાતીઓએ સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો અને ચળવળમાં ભાગ લીધેલા ખેડૂતોને ખોરાક, રહેવાની સગવડો કરી આપી. આવા ખેડૂતોની જમીન જે ખરીદે તેમને સમાજમાંથી બહાર કાઢી મૂકાતાં. શાર્દૂલ શિંહ કાવીશર જેવા રાષ્ટ્રવાદીએ દેશના અન્ય ભાગમાં પણ ચળવળ શરૂ કરવાની હાકલ કરી પણ ગાધીજી અને પટેલ આ ચળવળને ખેડા પૂરતી મર્યાદિત રાખવા પર અડગ રહ્યાં.

સરકારે છેવટે બંને પક્ષને ફાવે તેવા સમાધાનની પહેલ કરી. તે વર્ષ્હનો અને આવતા વર્ષનો કર માફ કરાયો. કરના દરમામ્ વધારો રદ્દ કરાયો અને જપ્ત કરાયેલી સર્વ અસ્કાયતો પાછી અપાઈ.

જમીનોને તમના ખરા માલિઓકોને પરત કરવાના કાર્યમાં પણ ગુજરાતેઓએ એકાત્મતા બતાવી. જેમણે તે જમીનો ખરીદી તેમણે તે સ્વયં પાછી સોંપી દીધી જોકે અંગ્રેજ સરકારે કહ્યું હતું કે તે ખરીદારોનો સાથ આપશે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. aicc. "SATYAGRAHA MOVEMENT OF MAHATMA GANDHI". aicc. the original માંથી 2006-12-06 પર સંગ્રહિત. Retrieved 2006-12-08. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
  2. aicc. "SATYAGRAHA MOVEMENT". aicc. the original માંથી 2008-06-25 પર સંગ્રહિત. Retrieved 2008-07-08. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
  3. Brown, Judith Margaret (1972). Gandhi's Rise to Power, Indian Politics 1915-1922: Indian Politics 1915-1922. New Delhi: Cambridge University Press Archive. p. 384. ISBN 978-0521098731. Check date values in: |year= (મદદ)