સ્વામિનારાયણ મંદિર, કાલુપુર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સ્વામિનારાયણ મંદિર ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ મંદિર છે. આ મંદિરની સ્થાપના ઓગણીસમી સદીમાં સહજાનંદ સ્વામીએ સ્થાપેલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવી હતી. પ્રાચીન ઢબે નિર્માણ કરવામાં આવેલ આ મંદિર પરિસર તથા પ્રવેશદ્વાર કલાત્મક તથા ભવ્ય છે.

આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ નિર્માણ છે. ઈ. સ. 1822માં, આ માટેની જમીન બ્રિટિશ સરકાર દ્વારા આપવામાં આવી હતી. સ્વામિનારાયણે પોતે આનંદાનંદ સ્વામીને મંદિરના બાંધકામ માટેની જવાબદારી સોંપી હતી. અહીં અનેક મૂર્તિઓ છે, સ્વામીજીની વ્યક્તિગત વસ્તુઓ અને શિલ્પોનાં કેટલાક પ્રદર્શન પણ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]