રાવલ નદી
રાવલ નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | દુધાળા (તા. ઉના), ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય |
નદીનું મુખ | |
• સ્થાન | ધારાબંદર (તા. જાફરાબાદ) |
લંબાઇ | ૬૫ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | ધારાબંદર (તા. જાફરાબાદ) |
રાવલ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીરના જંગલમાંથી નીકળતી એક નદી છે. પૂર્વ ગીરના જંગલમાં આવેલા દુધાળા ગામના ઉપરના ભાગેથી આ નદી નીકળે છે. આ નદીની મહત્તમ લંબાઇ ૬૫ કિમી છે અને કુલ સ્ત્રાવક્ષેત્ર 436 square kilometres (168 sq mi) છે.[૧] ગીરના જંગલમાંથી પસાર થતી આ નદી જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામ પાસે અરબી સમુદ્રમાં મળી જાય છે. ઝવેરચંદ મેઘાણીએ રાવલ નદીને "અબોલા રાણી" કહી છે.
આ નદીને બંને કાંઠે ઘટાટોપ વનરાઈ, ઉંચી-નીચી ભેખડો, માલધારીઓ તથા સિંહો જોવા મળે છે.
ઉના તાલુકામાં આવેલા મહોબતપરા ગામ પાસે આ નદી ઉપર એક નાનો બંધ બાંધવામાં આવેલ છે. તેમ જ ઉના તાલુકામાં જ આવેલા ચીખલકુબા ગામ પાસે આ નદી ઉપર એક મોટો બંધ બાંધવામાં આવેલ છે. ઉના તાલુકાને મછુન્દ્રી નદી અને રાવલ નદી પરના બંધના પાણીનો લાભ મળે છે. રાવલ નદી પરના બંધમાંથી પાઇપલાઇન દ્વારા દીવને પીવાનું પાણી પણ પુરું પાડવામાં આવે છે. આ નદીના બંધમાં જમરી નદીનું પાણી પણ ઠલવાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "રાવલ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-01-13 પર સંગ્રહિત. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫.
આ ગુજરાતની ભૂગોળ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |