મેશ્વો નદી
Appearance
મેશ્વો નદી | |
---|---|
સ્થાન | |
જિલ્લો | અરવલ્લી જિલ્લો |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• અક્ષાંશ-રેખાંશ | 22°48′03″N 72°39′48″E / 22.8009°N 72.6632°E |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | સાબરમતી નદી |
બંધ | મેશ્વો જળાશય યોજના |
મેશ્વો નદી અરવલ્લી જિલ્લામાં આવેલા શામળાજી પાસેથી વહે છે. આ નદી સાબરમતી નદીની ઉપનદી છે. આ નદી પર શામળાજી પાસે મેશ્વો જળાશય યોજનાના નામથી બંધ બાંધવામાં આવ્યો છે.
મેશ્વો નદી અરવલ્લીની પર્વતમાળામાંથી ઉદ્ભવે છે. તે મોડાસા, ભિલોડા, પ્રાંતિજ તાલુકાઓ અને અમદાવાદ અને ખેડા જિલ્લામાંથી વહે છે. ખેડા પછી તે વાત્રક નદીને મળે છે.[૧] ૨૦૩ કિમી સુધી મેશ્વો નદી ખારી નદીની સમાંતર વહે છે.[૧]
મેશ્વો નદીના કાંઠા પર આવેલાં ગામો
[ફેરફાર કરો]ભિલોડા તાલુકાના ૮, મોડાસા તાલુકાના ૧૭ અને અમદાવાદ અને ખેડા જિલ્લાના ૧૨ ગામો મેશ્વો નદીના કાંઠે વસેલા છે.[૧]
કાંઠા પર આવેલાં જાણીતા સ્થળો
[ફેરફાર કરો]- શામળાજી, પ્રખ્યાત હિંદુ મંદિર
- દેવની મોરી, ઐતિહાસિક સ્થળ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ રાજગોર, શિવપ્રસાદ (ઓગસ્ટ ૨૦૦૨). "મેશ્વો (નદી)". માં ઠાકર, ધીરુભાઇ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. XVI (૧ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૯૧. OCLC 163322996.
આ ગુજરાતની ભૂગોળ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |