કરજણ નદી
Appearance
કરજણ નદી | |
---|---|
કરજણ નદી પરના બંધનું જળાશય, વિસલખાડી | |
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
ઉપનદીઓ | |
• ડાબે | તેરાવ નદી |
બંધ | કરજણ બંધ, જીતગઢ |
કરજણ નદી ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે આવેલી છે. આ નદી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જંગલોમાંથી નીકળી, વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલા બરકાલ ગામ પાસે નર્મદા નદીમાં મળે છે.[૧] આ નદી ઉપર કરજણ બંધ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા જીતગઢ ગામ પાસે બાંધવામાં આવેલ છે, જેના જળાશયને કિનારે વિસલખાડી અને જૂના રાજ ખાતે વન વિભાગ દ્વારા પ્રવાસન કેન્દ્ર ઊભાં કરવામાં આવ્યાં છે. ડેડીયાપાડા વિસ્તારના સાતપુડાના જંગલોમાંથી નીકળતી તેરાવ નદી આ નદીની મુખ્ય ઉપનદી છે.
સંદર્ભો
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- India - WRIS (Water Resources Information System) પર કરજણ નદી પરના બંધ વિશે માહિતી[હંમેશ માટે મૃત કડી]
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |