ફેબ્રુઆરી ૧
Appearance
૧ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૨મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૮૪ – ઓક્સફર્ડ અંગ્રેજી ડિક્શનરી(શબ્દકોશ)નો પ્રથમ ગ્રંથ પ્રકાશિત થયો.
- ૧૯૯૨ - ભોપાલ કોર્ટના મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટે યુનિયન કાર્બાઇડના ભૂતપૂર્વ સીઇઓ વોરેન એન્ડરસનને ભોપાલ ગેસ દુર્ઘટના કેસમાં હાજર થવામાં નિષ્ફળ રહેવા બદલ ભારતીય કાયદા હેઠળ ભાગેડુ જાહેર કર્યા.
- ૨૦૦૨ – અમેરિકન પત્રકાર અને વોલ સ્ટ્રીટ જર્નલના સાઉથ એશિયા બ્યૂરો ચીફ ડેનિયલ પર્લનું ૨૩ જાન્યુઆરી, ૨૦૦૨ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું, અપહરણકારો દ્વારા તેમનું માથું કાપીને વિકૃત કરવામાં આવ્યું.
- ૨૦૦૫ – નેપાળના રાજા જ્ઞાનેન્દ્રએ લોકશાહી પર કબજો જમાવવા માટે બળવો કર્યો અને મંત્રીપરિષદના અધ્યક્ષ બન્યા.
- ૨૦૨૧ – મ્યાનમારમાં સત્તાપલટો થવાથી આંગ સાન સૂ કીને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા અને સૈન્ય શાસનને પુનઃસ્થાપિત કરવામાં આવ્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૫૪ – અબ્બાસ તૈયબજી, ભારતીય સ્વાંતંત્ર્ય સેનાની (અ. ૧૯૩૬)
- ૧૯૧૬ – વેણીભાઈ પુરોહિત, ગુજરાતી કવિ અને વાર્તાકાર (અ. ૧૯૮૦)
- ૧૯૫૭ – જેકી શ્રોફ, હિન્દી ચલચિત્ર અભિનેતા
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૩૯ – મોતીભાઈ અમીન, ગુજરાતના ચરોતર વિસ્તારના ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા, શિક્ષણશાસ્ત્રી અને સમાજસુધારક (જ. ૧૮૭૩)
- ૨૦૦૩ – કલ્પના ચાવલા, ભારતીય-અમેરિકન ઈજનેર અને અવકાશયાત્રી (જ. ૧૯૬૧)
- ૨૦૧૮ – નિરંજન ભગત, ગુજરાતી કવિ (જ. ૧૯૨૬)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર February 1 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |