સપ્ટેમ્બર ૧૧
Appearance
૧૧ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૬૦૯ – હેનરી હડસને મેનહટન ટાપુ અને ત્યાં રહેતા સ્વદેશી લોકોને શોધી કાઢ્યા.
- ૧૮૯૩ – સ્વામી વિવેકાનંદે શિકાગોની આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતેની વિશ્વ ધર્મ સંસદને સંબોધન કર્યું.
- ૧૯૬૫ – ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ: ભારતીય સેનાએ લાહોરના દક્ષિણપૂર્વમાં આવેલા બુર્કી શહેર પર કબજો જમાવ્યો.
- ૧૯૯૭ – રાષ્ટ્રવ્યાપી જનમત સંગ્રહ દ્વારા સ્કોટલેન્ડે યુનાઇટેડ કિંગડમમાં હસ્તાંતરિત સંસદની સ્થાપના માટે મત આપ્યો.
- ૨૦૦૧ – અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વિમાન દ્વારા આતંકવાદી હુમલો.
- ૨૦૦૧ – વર્લ્ડ ટ્રેડ સેન્ટરના આતંકી હુમલાની દસમી વરસી પર એક રાષ્ટ્રીય સ્મારક અને સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવ્યું.
- ૨૦૨૧ – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પદ પરથી રાજીનામુંં આપ્યું
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૯૫ – વિનોબા ભાવે – ભારતીય સમાજસેવક (અ. ૧૯૮૨)
- ૧૯૧૧ – લાલા અમરનાથ, ભારતીય ક્રિકેટર (અ. ૨૦૦૦)
- ૧૯૧૯ – કન્હૈયાલાલ સેઠીયા, રાજસ્થાની ભાષાના કવિ (અ. ૨૦૦૮)
- ૧૯૪૦ – દાદુદાન ગઢવી, ગુજરાતી કવિ અને લોકગાયક (અ. ૨૦૨૧)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૨૧ – સુબ્રમણ્ય ભારતી, તમિલ લેખક, કવિ, પત્રકાર, ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા અને સમાજ સુધારક (જ. ૧૮૮૨)
- ૧૯૪૮ – મહમદ અલી ઝીણા, બ્રિટિશ ભારતના પ્રમુખ નેતા, મુસ્લિમ લીગના અધ્યક્ષ અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા. (જ. ૧૮૭૬)
- ૧૯૬૪ – ગજાનન માધવ મુક્તિબોધ, હિન્દી સાહિત્યકાર (જ. ૧૯૧૭)
- ૧૯૭૩ – લીમડા કરૌલી બાબા, ભારતીય દાર્શનિક અને ગુરુ (જ. ૧૯૦૦)
- ૧૯૮૦ – જ્યોતીન્દ્ર દવે, ગુજરાતી ભાષાના હાસ્યલેખક (જ. ૧૯૦૧)
- ૧૯૮૭ – મહાદેવી વર્મા, હિન્દી કવયિત્રી (જ. ૧૯૦૭)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૨૯ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 11 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.