ઓગસ્ટ ૨૦
Appearance
૨૦ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૫૮ – ચાર્લ્સ ડાર્વિને સૌ પ્રથમ લંડનની લિનેન સોસાયટીની જર્નલ ઓફ ધ પ્રોસિડિંગ્સમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા ક્રમિક વિકાસનો સિદ્ધાંત (ઉત્ક્રાંતિવાદ) પ્રથમ વખત પ્રકાશિત કર્યો.
- ૧૯૬૦ – સેનેગલ માલી ફેડરેશનથી અલગ થઈ સ્વતંત્ર બન્યું.
- ૧૯૬૨ – એનએસ સવાન્નાહ, વિશ્વના પ્રથમ પરમાણુ સંચાલિત નાગરિક જહાજે તેની પ્રથમ સફર શરૂ કરી.
- ૧૯૯૫ – ફિરોઝાબાદ રેલ દુર્ઘટનામાં ૩૫૮ લોકોના મોત નીપજ્યા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૯૬ – ગોષ્ઠ પાલ, (Gostha Pal) ભારતીય ફૂટબોલર (અ. ૧૯૭૬)
- ૧૯૩૨ – ચંદ્રકાંત બક્ષી, ગુજરાતી લેખક (અ. ૨૦૦૬)
- ૧૯૪૧ – રાજીવ ગાંધી, ભારતના ૬ઠ્ઠા વડાપ્રધાન (અ. ૧૯૯૧)
- ૧૯૪૩ – નરેશ કનોડિયા, ગુજરાતી ચલચિત્ર અભિનેતા (અ. ૨૦૨૦)
- ૧૯૪૬ – એન. આર. નારાયણ મૂર્તિ, ભારતીય ઉદ્યોગપતિ, ઇન્ફોસિસના સહ-સ્થાપક
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૮૪ – અવિનાશ વ્યાસ, ભારતીય સંગીત નિર્દેશક, ગીતકાર અને ગુજરાતી ગાયક (જ. ૧૯૧૨)
- ૨૦૧૩ – નરેન્દ્ર દાભોલકર, ભારતીય લેખક અને કાર્યકર્તા (જ. ૧૯૪૫)
- ૨૦૧૪ – બી. કે. એસ. આયંગર, ભારતીય યોગ પ્રશિક્ષક અને લેખક, આયંગર યોગના સ્થાપક (જ. ૧૯૧૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર August 20 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.