જાન્યુઆરી ૯
Appearance
૯ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૧૫ – મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા.
- ૧૯૫૧ - અમેરિકાના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘનું સત્તાવાર મુખ્યાલય ખોલવામાં આવ્યું.
- ૧૯૬૦ – અહમદ શાહ દુરાનીએ બારારી ઘાટની લડાઈમાં મરાઠાઓને હરાવ્યા.
- ૨૦૦૭ – એપલના સીઇઓ સ્ટીવ જોબ્સે સાન ફ્રાન્સિસ્કોમાં મેકવર્લ્ડ કીનોટમાં મૂળ આઇફોન રજૂ કર્યો.
- ૨૦૧૧ – આફ્રિકાના સૌથી મોટા દેશ સુદાનને બે ભાગમાં વિભાજિત કરવા અને દક્ષિણ સુદાનને અલગ દેશ બનાવવા માટે જનમત સંગ્રહ યોજાયો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૩૧ – ફાતિમા શેખ, ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષક અને સમાજ સુધારક
- ૧૮૭૮ – જે. બી. વોટસન, અમેરિકન મનોવૈજ્ઞાનિક (અ. ૧૯૫૮)
- ૧૮૮૯ – વૃંદાવનલાલ વર્મા, ભારતીય લેખક અને નાટ્યકાર (અ. ૧૯૬૯)
- ૧૯૨૨ – ડો. હરગોવિંદ ખુરાના, ભારતીય-અમેરિકન જીવવિજ્ઞાની અને શિક્ષણવિદ્, નોબેલ પારિતોષિક વિજેતા (અ. ૨૦૧૧)
- ૧૯૩૪ – મહેન્દ્ર કપૂર – ભારતીય પાર્શ્વ ગાયક (અ. ૨૦૦૮)
- ૧૯૪૬ – મોહમ્મદ ઇશાક ખાન, ભારતીય ઇતિહાસકાર અને શિક્ષણવિદ્ (અ. ૨૦૧૩)
- ૧૯૫૨ – કૌશિક બસુ, ભારતીય અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ્
- ૧૯૭૪ – ફરહાન અખ્તર, ભારતીય ફિલ્મ અભિનેતા
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૪૬ – ન્હાનાલાલ, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૮૭૭)
- ૧૯૭૬ – છોટુભાઇ નાયક, ગુજરાતી ભાષાના કોશકાર (જ. ૧૯૧૩)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- પ્રવાસી ભારતીય દિવસ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર January 9 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |