લખાણ પર જાઓ

મે ૧૦

વિકિપીડિયામાંથી

૧૦ મે'નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૭૭૩ – ગ્રેટ બ્રિટનની સંસદ ‘ટી એક્ટ’ (ચાનો કાયદો) પસાર કરે છે, જે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને તેની ચા પરના કરમાં ઘટાડો કરીને તેને સીધી ઉત્તર અમેરિકાને ]વેચવાનો અધિકાર આપે છે. આ કાયદો બોસ્ટન ટી પાર્ટી તરફ દોરી જાય છે.
  • ૧૮૫૭ – સિપાહીઓએ મેરઠ ખાતે તેમના કમાન્ડિંગ અધિકારીઓ સામે બળવો કર્યો અને ભારતનાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના મંડાણ થયા.
  • ૧૮૭૨ – વિક્ટોરિયા વુડહુલ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત પ્રથમ મહિલા બન્યા.
  • ૧૯૦૮ – અમેરિકાનાં પશ્ચિમ વર્જિનીયાના ગ્રાફ્ટન શહેરમાં પ્રથમ વખત માતૃદિનની ઉજવણી કરાઇ.
  • ૧૯૭૫ – સોની કંપનીએ બીટામેક્સ વિડિઓકેસેટ રેકોર્ડર (વીસીઆર) રજૂ કર્યું.
  • ૧૯૯૪ – નેલ્સન મંડેલા (Nelson Mandela), દક્ષિણ આફ્રિકાના પ્રથમ કાળા પ્રમુખ તરીકે નિયુક્ત થયા.
  • ૨૦૦૧ – સુધાકરરાવ નાઈક, ભારતીય રાજનેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી. (જ. ૧૯૩૪)
  • ૨૦૦૨ – કૈફી આઝમી, ભારતીય ઉર્દૂ કવિ અને અભિનેત્રી શબાના આઝમીના પિતા. (જ. ૧૯૧૯)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]