ઓગસ્ટ ૧૩
Appearance
૧૩ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૦ દિવસ
બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૩૧૧૪ ઇ.પૂ. – મય પંચાંગની શરૂઆત થઇ.
- ૧૮૮૯ – હાર્ટફોર્ડ, કનેક્ટિકટના વિલિયમ ગ્રે ને "ટેલિફોન માટે સિક્કા-નિયંત્રિત ઉપકરણ" માટે યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ (નંબર ૪૦૮,૭૦૯) અધિકારો આપવામાં આવ્યા.
- ૧૯૦૫ – નોર્વેના લોકોએ સ્વીડન સાથેના જોડાણને સમાપ્ત કરવાની તરફેણમાં મત આપ્યો.
- ૧૯૫૪ – રેડિયો પાકિસ્તાને પ્રથમ વખત પાકિસ્તાનના રાષ્ટ્રગીત કોમી તરાનાનું પ્રસારણ કર્યું.
- ૧૯૬૪ – પીટર એલન અને ગ્વિન ઇવાન્સ યુનાઇટેડ કિંગડમમાં ફાંસીની સજા ભોગવનાર છેલ્લા વ્યક્તિ બન્યા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૬૩૮ – દુર્ગાદાસ રાઠોડ, મારવાડને મુઘલ આધિપત્યથી મુક્ત કરાવનાર યોદ્ધા (અ. ૧૭૧૮)
- ૧૯૧૮ – ફેડ્રિક સેંગર, અંગ્રેજ જીવરસાયણશાસ્ત્રી, બે વાર નોબલ પુરસ્કાર વિજેતા (અ. ૨૦૧૩)
- ૧૯૨૬ – ફિડલ કાસ્ટ્રો, ક્યુબન રાજકારણી, ક્યુબન ક્રાંતિના આગેવાન (અ. ૨૦૧૬)
- ૧૯૬૦ – અપરા મહેતા, ભારતીય ટીવી અને બોલીવુડ અભિનેત્રી
- ૧૯૬૩ – શ્રીદેવી, ભારતીય અભિનેત્રી (અ. ૨૦૧૮)
અવસાન
[ફેરફાર કરો]- ૧૭૯૫ – અહિલ્યાબાઈ હોલ્કર, મરાઠા સામ્રાજ્યનાં મહારાણી (જ. ૧૭૨૫)
- ૧૯૧૦ – ફ્લોરેન્સ નાઇટિંગેલ, સામાજિક સુધારક, આંકડાશાસ્ત્રી અને આધુનિક નર્સિંગના સ્થાપક (જ. ૧૮૨૦)
- ૧૯૩૬ – મેડમ કામા, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની (જ. ૧૮૬૧)
- ૨૦૦૦ – નાઝિયા હસન, પાકિસ્તાની પોપગાયિકા, "આપ જૈસા કોઇ…" થી પ્રખ્યાત. (જ. ૧૯૬૫)
- ૨૦૧૫ – ઓમ પ્રકાશ મુંજાલ, ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી, હીરો સાયકલ્સના સહ-સ્થાપક (જ. ૧૯૨૮)
- ૨૦૧૬ – પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ પંથના પાંચમા આધ્યાત્મિક અનુગામી (જ. ૧૯૨૧)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર August 13 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.