જાન્યુઆરી ૨૬
Appearance
૨૬ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૮૮ – આર્થર ફિલિપની આગેવાની હેઠળના બ્રિટીશ જહાજી દળના પ્રથમ કાફલાએ ઓસ્ટ્રેલિયા પર પ્રથમ કાયમી યુરોપિયન વસાહતની સ્થાપના કરવા માટે પોર્ટ જેક્સન (સિડની હાર્બર) તરફ પ્રયાણ કર્યું. આ દિવસને ઓસ્ટ્રેલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
- ૧૯૨૬ – જહોન લોગી બેયર્ડે ટેલિવિઝનનું પ્રથમ નિદર્શન કર્યું.
- ૧૯૩૦ – રાષ્ટ્રીય મહાસભા દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
- ૧૯૫૦ – ભારતનું બંધારણ અમલમાં આવ્યુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો, રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
- ૨૦૦૧ – ૨૦૦૧ ગુજરાત ધરતીકંપ: ગુજરાતના કચ્છ વિસ્તારમાં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો જેમાં કુલ ૨૦,૦૮૫ લોકો મૃત્યુ પામ્યા, ૧,૬૬,૮૦૦ ઘાયલ થયા અને ૩,૩૯,૦૦૦ મકાનો નાશ પામ્યા હતા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૭૪ – સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કલાપી ઉપનામથી પ્રખ્યાત ગુજરાતી કવિ અને લાઠીના રાજવી (અ. ૧૯૦૦)
- ૧૯૧૧ – ભોગીલાલ ગાંધી, સ્વાતંત્ર્યસેનાની અને સાહિત્યકાર (અ. ૨૦૦૧)
- ૧૯૩૪ – મુકુંદ પરીખ, ગુજરાતી નવલકથાકાર, કવિ અને નાટ્ય લેખક
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૩૧ – સંગોલી રાયન્ના, કર્ણાટકના કિત્તુર રાજ્યના સૈન્યના સેનાપતિ (જ. ૧૭૯૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- પ્રજાસત્તાક દિન (ભારત)
- ઓસ્ટ્રેલિયા દિવસ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર જાન્યુઆરી ૨૬ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |