જાન્યુઆરી ૬
Appearance
૬ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો છઠ્ઠો (લિપ વર્ષ દરમ્યાન પણ છઠ્ઠો ) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૦૭ – મારિયા મોન્ટેસરીએ ઇટાલીના રોમમાં કામગાર વર્ગના બાળકો માટે પોતાનું પ્રથમ શાળા અને શિશુ દેખભાળ કેન્દ્ર (ડેકેર સેન્ટર) ખોલ્યું.
- ૧૯૧૨ – ન્યૂ મેક્સિકોને ૪૭મા યુ.એસ. રાજ્ય તરીકે સંઘમાં દાખલ કરવામાં આવ્યું.
- ૧૯૧૨ – જર્મન ભૂભૌતિકશાસ્ત્રી આલ્ફ્રેડ વેજેનરે સૌ પ્રથમ મહાદ્વિપીય વિસ્થાપન (Continental drift) તેમનો સિદ્ધાંત રજૂ કર્યો.
- ૧૯૨૯ – મધર ટેરેસા દરિયાઈ માર્ગે કલકત્તા પહોંચ્યા.
- ૧૯૪૬ – વિયેતનામમાં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ.
- ૧૯૮૯ – પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની હત્યાનું ષડયંત્ર રચવા બદલ સતવંત સિંહ અને કેહર સિંહને ફાંસીની સજા ફટકારવામાં આવી; બંનેને તે જ દિવસે ફાંસી આપવામાં આવી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૮૩ – ખલીલ જિબ્રાન, લેબેનોનના લેખક, કવિ અને કલાકાર (અ. ૧૯૩૧)
- ૧૯૪૯ – બાના સિંઘ, પરમવીર ચક્ર વિજેતા નિવૃત ભારતીય સૈનિક
- ૧૯૫૯ – કપિલ દેવ, ભારતીય ક્રિકેટર
- ૧૯૬૭ – એ. આર. રહેમાન, ભારતીય સંગીતકાર, ગાયક-ગીતકાર, સંગીત નિર્માતા
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૪૭ – ત્યાગરાજ, ભક્તિમાર્ગી કવિ, કર્ણાટક સંગીતના મહાન સંગીતજ્ઞ (જ. ૧૭૬૭)
- ૧૮૫૨ – લૂઈ બ્રેઈલ, ફ્રાન્સના શિક્ષણશાસ્ત્રી અને સંશોધક, "બ્રેઈલ લિપિ"ના શોધક (જ. ૧૮૦૯)
- ૧૮૮૫ – ભારતેન્દુ હરિશ્ચંદ્ર, ભારતીય લેખક, કવિ અને નાટ્યકાર (જ. ૧૮૫૦)
- ૧૯૭૧ – પી.સી.સરકાર, ભારતના મશહૂર જાદુગર (જ. ૧૯૧૩)
- ૧૯૯૧ – સ્નેહરશ્મિ (ઝીણાભાઈ રતનજી દેસાઈ), ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૦૩)
- ૨૦૦૮ – પી.કે.સેઠી, જયપુર ફૂટના પ્રણેતા (જ. ૧૯૨૭)
- ૨૦૧૬ – લાભશંકર ઠાકર, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૩૫)
- ૨૦૧૭ – ઓમ પુરી, ભારતીય અભિનેતા (જ. ૧૯૫૦)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર January 6 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |