જુલાઇ ૬
Appearance
૬ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૯૨ – દાદાભાઈ નવરોજી, બ્રિટનની સંસદમાં ચુંટાયેલા પ્રથમ ભારતીય સભ્ય બન્યા.
- ૧૯૪૭ – સોવિયેત યુનિયનમાં એ.કે.-૪૭ રાઇફલનું ઉત્પાદન શરૂ કરાયું.
- ૧૯૬૪ – મલાવીએ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
- ૧૯૭૫ – કોમોરોસે ફ્રાન્સથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
- ૨૦૦૬ – ભારત અને ચીન વચ્ચેનો નાથુલા ઘાટ, જે ભારત-ચીન યુદ્ધ સમયથી બંધ કરાયો હતો તે ૪૪ વર્ષ પછી વ્યાપાર માટે ફરી ખુલ્લો કરાયો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૩૭ – આર.જી. ભંડારકર, ભારતીય પ્રાચ્યવાદી અને વિદ્વાન (અ. ૧૯૨૫)
- ૧૯૦૧ – શ્યામાપ્રસાદ મુખરજી, ભારતીય રાજકારણી, બેરિસ્ટર અને શિક્ષણવિદ્, વડા પ્રધાન જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી
- ૧૯૦૫ – જીવરામ જોષી, ગુજરાતી બાળસાહિત્યકાર (અ. ૨૦૦૪)
- ૧૯૦૬ – દૌલતસિંહ કોઠારી, ભારતીય વૈજ્ઞાનિક અને કેળવણીકાર (અ. ૧૯૯૩)
- ૧૯૨૪ – મહિમ બોરા, ભારતીય લેખક અને શિક્ષણવિદ્ (અ. ૨૦૧૬)
- ૧૯૩૫ – તેનજીન ગ્યાત્સો, ૧૪મા દલાઈ લામા
- ૧૯૪૩ – મનોજ ખંડેરિયા, ગુજરાતી ગઝલકાર અને કવિ (અ. ૨૦૦૩)
- ૧૯૪૬ – સિલ્વેસ્ટર સ્ટેલોન, અમેરિકન અભિનેતા, ફિલ્મ નિર્માતા, પટકથા લેખક, ફિલ્મ નિર્દેશક
- ૧૯૮૫ – રણવીર સિંહ, ભારતીય ફિલ્મ અભિનેતા
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૮૬ – જગજીવન રામ, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૪થા નાયબ વડા પ્રધાન (જ. ૧૯૦૮)
- ૧૯૯૧ – અનવર મહમદભાઈ આગેવાન, ગુજરાતી લેખક (જ. ૧૯૩૬)
- ૧૯૯૭ – ચેતન આનંદ, ભારતીય દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક (જ. ૧૯૨૧)
- ૨૦૦૨ – ધીરુભાઈ અંબાણી, ભારતીય ઉદ્યોગપતિ (જ. ૧૯૩૨)
- ૨૦૧૮ – અમૃતલાલ વેગડ, ગુજરાતી અને હિંદી ભાષાના લેખક અને ચિત્રકાર (જ. ૧૯૨૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર July 6 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.