ઓગસ્ટ ૧૨
Appearance
૧૨ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૩૩ – અમેરિકાના શિકાગો શહેરનો પાયો નંખાયો.
- ૧૮૫૧ – આઇઝેક સિંગર (Isaac Singer)ને સિલાઇ મશીનના પેટન્ટ અધિકારો પ્રાપ્ત થયા.
- ૧૯૬૦ – 'ઇકો ૧' નામક પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૬૪ – રંગભેદની નીતિઓને કારણે દક્ષિણ આફ્રિકા પર ઓલિમ્પિક રમતોમાં પ્રતિબંધ મૂકાયો.
- ૧૯૭૭ – અવકાશ યાન 'એન્ટરપ્રાઇઝ'નું પ્રથમ મુક્ત ઉડાન યોજાયું.
- ૧૯૯૦ – અત્યાર સુધી નું સૌથી મોટું અને સંપૂર્ણ ટાયરેનોસોરસ (ડાયનાસોરની એક જાતિ) હાડપિંજર સાઉથ ડાકોટામાં સુ હેન્ડ્રિક્સન દ્વારા શોધી કાઢવામાં આવ્યું.
- ૧૯૮૧ – આઇ.બી.એમ. કંપનીએ પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' બજારમાં મુક્યું.
- ૧૯૯૨ – કેનેડા, મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટ્સે ઉત્તર અમેરિકન મુક્ત વેપાર સમજૂતી (NAFTA) માટે વાટાઘાટો પૂર્ણ થયાની જાહેરાત કરી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૧૪ – તેજી બચ્ચન, સામાજીક કાર્યકર, હરિવંશરાય બચ્ચનના પત્ની અને બૉલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના માતા (અ. ૨૦૦૭)
- ૧૯૧૯ – વિક્રમ સારાભાઈ, ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે જાણીતા ભારતીય ભૌતિકવિજ્ઞાની (અ. ૧૯૭૧)
- ૧૯૨૨ – ચુનીલાલ મડિયા, ગુજરાતી નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ (અ. ૧૯૬૮)
- ૧૯૨૪ – મુહમ્મદ ઝિયા-ઉલ-હક, પાકિસ્તાની જનરલ અને રાજકારણી, પાકિસ્તાનના ૬ઠ્ઠા રાષ્ટ્રપતિ (અ. ૧૯૮૮)
- ૧૯૨૮ – ફાતિમા મીર, દક્ષિણ આફ્રિકન લેખક, શૈક્ષણિક, પટકથા લેખક અને રંગભેદ વિરોધી સેનાની (અ. ૨૦૧૦)
- ૧૯૩૧ – ઇરફાન હબીબ, ભારતીય ઇતિહાસકાર
- ૧૯૫૨ – સીતારામ યેચુરી, ભારતીય રાજકારણી અને સીપીઆઈ (એમ)ના નેતા
અવસાન
[ફેરફાર કરો]- ૧૬૦૨ – અબુલ-ફઝલ ઇબ્ન મુબારક, મુઘલ વઝીર અને ઇતિહાસકાર (જ. ૧૫૫૧)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર August 12 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.