સપ્ટેમ્બર ૧૦
Appearance
૧૦ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૪૬ – એલિયાસ હોવેને સિલાઈ મશીન માટે પેટન્ટ અધિકારો આપવામાં આવ્યા.
- ૧૯૬૭ – જિબ્રાલ્ટરના લોકો સ્પેનનો ભાગ બનવાને બદલે બ્રિટિશ નિર્ભરતા રહેવા માટે મત આપ્યો.
- ૨૦૦૨ – પરંપરાગત રીતે તટસ્થ દેશ સ્વિત્ઝરલૅન્ડ [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]નું સભ્ય બન્યું.
- ૨૦૦૭ – પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ ઓક્ટોબર ૧૯૯૯માં લશ્કરી બળવા બાદ સાત વર્ષના દેશનિકાલ બાદ પાકિસ્તાન પરત ફર્યા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૭૨ – જામ રણજી, ભારતના નવાનગર રજવાડાના મહારાજા જામ સાહેબ અને જાણીતા ટેસ્ટ ક્રિકેટ ખેલાડી (અ. ૧૯૩૩)
- ૧૮૮૭ – ગોવિંદ વલ્લભ પંત, સ્વતંત્રતા સેનાની અને ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી (અ. ૧૯૬૧)
- ૧૯૧૨ – બી. ડી. જત્તી, ભારતના પાંચમા ઉપરાષ્ટ્રપતિ (અ. ૨૦૦૨)
- ૧૯૯૨ – વિવેક વર્મા, પાર્શ્વગાયક
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૧૫ – બાઘા જતીન, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૮૭૯)
- ૧૯૬૫ – અબ્દુલ હમીદ, ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધની અસલ ઉત્તરની લડાઈમાં શહીદ થનારા ભારતીય ભૂમિસેનાની ગ્રેનેડિયર રેજિમેન્ટની ૪થી બટાલિઅનના પરમવીર ચક્ર વિજેતા સૈનિક. (જ. ૧૯૩૩)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- વિશ્વ આત્મહત્યા નિરોધ દિવસ, (World Suicide Prevention Day)
- જિબ્રાલ્ટર રાષ્ટ્રીય દિવસ, (Gibraltar National Day)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૭-૦૪ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 10 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.