લખાણ પર જાઓ

જુલાઇ ૪

વિકિપીડિયામાંથી

૪ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૦ દિવસ બાકી રહે છે. લગભગ આ દિવસે પૃથ્વી સૂર્યથી સૌથી દુરનાં અંતરે હોય છે.(Aphelion)

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૦૫૪ – એસએન ૧૦૫૪ નામનો સુપરનોવા, ચાઇનીઝ સોંગ રાજવંશ, આરબ અને સંભવતઃ સ્ટાર ઝેટા ટૌરી નજીક અમેરિકન આદિવાસીઓ દ્વારા જોવામાં આવ્યો. ઘણા મહિનાઓ સુધી તે તેજસ્વી રહ્યો અને દિવસ દરમિયાન પણ દેખાતો રહ્યો. તેના અવશેષોથી કર્ક નિહારિકાનું નિર્માણ થયું.
  • ૧૭૭૬ – અમેરિકન ક્રાંતિ: યુ.એસ.નું સ્વતંત્રતાનું જાહેરનામું દ્વિતીય ખંડીય કોંગ્રેસ દ્વારા સ્વીકારાયું. અમેરિકાને સ્વતંત્રતા મળી.
  • ૧૮૨૭ – ન્યૂયોર્ક રાજ્યમાં ગુલામીપ્રથા નાબૂદ કરવામાં આવી.
  • ૧૮૫૫ – વૉલ્ટ વ્હિટમૅનના કવિતાપુસ્તક લીવ્ઝ ઑફ ગ્રાસની પ્રથમ આવૃત્તિ બ્રુકલિનમાં પ્રકાશિત થઈ.
  • ૧૮૮૭ – પાકિસ્તાનના સ્થાપક કાઈદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણા સિંધ-મદ્રેસા-તુલ-ઇસ્લામ, કરાચીમાં અભ્યાસ માટે જોડાયા.
  • ૧૯૪૬ – વિવિધ સંસ્થાનવાદી શક્તિઓ દ્વારા સતત ૩૮૧ વર્ષના શાસનના પછી, ફિલિપાઇન્સને યુનાઇટેડ સ્ટેટ્સથી સંપૂર્ણ સ્વતંત્રતા મળી.
  • ૧૯૪૭ – બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સ સમક્ષ "ભારતીય સ્વતંત્રતા વિધેયક" રજૂ કરવામાં આવ્યું, જેમાં બ્રિટિશ ભારતના પ્રાંતોને ભારત અને પાકિસ્તાન એમ બે સાર્વભૌમ દેશોમાં સ્વતંત્રતા આપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો.
  • ૧૯૯૭ – નાસાના 'પાથફાઇન્ડર' નામના અવકાશી યાને મંગળની ભૂમિ પર ઉતરાણ કર્યું.
  • ૧૯૯૮ – જાપાને મંગળ પર નોઝોમી અવકાશયાન મોકલ્યું, અમેરિકા અને રશિયા સાથે અવકાશ સંશોધક રાષ્ટ્ર તરીકે જોડાયું.
  • ૨૦૦૪ – વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સ્થાને બનેલા ફ્રીડમ ટાવરનો પાયો નંખાયો.
  • ૨૦૦૯ – ૧૧ સપ્ટેમ્બરના હુમલા બાદ સુરક્ષાની ચિંતાને કારણે આઠ વર્ષ બંધ સુધી કરાયા બાદ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જાહેર જનતા માટે ફરી ખુલ્લુ મુકાયું.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]