મે ૧૭
Appearance
૧૭ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૯૨ – બટનવુડ સમજૂતી અંતર્ગત ન્યૂ યૉર્ક શેર બજારની રચના થઇ.
- ૧૮૬૫ – "આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ યુનિયન" (International Telegraph Union) (જે પછીથી આંતરરાષ્ટ્રીય દુરસંચાર સંઘ (International Telecommunication Union)માં રૂપાંતર પામ્યું) ની સ્થાપના કરાઇ.
- ૧૯૮૩ – લેબેનાન, ઈઝરાયલ અને અમેરિકાએ લેબેનોનમાંથી ઇઝરાયલી સૈન્ય હટાવી લેવા અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા.
- ૧૯૯૨ – વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ માનસિક રોગોની યાદીમાંથી સમલૈંગિકતાને દૂર કરી.
- ૨૦૦૪ – યુ.એસ.માં પ્રથમ કાનૂની સમલૈંગિક લગ્ન મેસેચ્યુસેટ્સ રાજ્યમાં કરવામાં આવ્યા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૭૪૯ – એડવર્ડ જેનર, શીતળાની રસીના શોધક અંગ્રેજ ચિકિત્સક અને વૈજ્ઞાનિક (અ. ૧૮૨૩)
- ૧૮૫૮ – બાલાશંકર કંથારીયા, ગુજરાતી ભાષાના કવિ (અ. ૧૮૯૮)
- ૧૯૪૪ – પ્રીતિ સેનગુપ્તા, ગુજરાતી કવિયત્રી અને લેખક
- ૧૯૪૫ – ભાગવત ચંદ્રશેખર, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર
- ૧૯૫૧ - પંકજ ઉધાસ, ભારતીય ગઝલ ગાયક
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૯૩ – ફ્રેડરિક ગ્રાઉસ, શ્રી રામચરિતમાનસનો સૌ પ્રથમ અંગ્રેજી અનુવાદ કરનાર બ્રિટિશ સનદી અધિકારી (જ. ૧૮૩૬)
- ૧૯૬૫ – ઉલ્લાસકર દત્ત, અનુશીલન સમિતિ અને બંગાળના યુગાંતર સાથે સંકળાયેલા ભારતીય ક્રાંતિકારી (જ. ૧૮૮૫)
- ૧૯૯૮ – કમલાબાઈ ગોખલે, ભારતીય અભિનેત્રી (જ. ૧૯૦૦)
- ૨૦૦૬ – નવનીત મદ્રાસી, સ્વાતંત્ર્ય સેનાની અને લેખક (જ. ૧૯૧૯)
- ૨૦૦૬ - રમેશ પારેખ, ગુજરાતી કવિ, લેખક (જ. ૧૯૪૦)
- ૨૦૦૭ – ટી. કે. દોરાઇસ્વામી, તમિલ અને અંગ્રેજી સાહિત્યકાર
- ૨૦૧૪ – સી. પી. કૃષ્ણન નાયર, ‘લીલા’ ઉદ્યોગસમૂહના સંસ્થાપક ઉદ્યોગપતિ
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- વિશ્વ દૂરસંચાર દિવસ (World Telecommunication Day), જે હવે વિશ્વ માહિતી સંસ્થા દિવસ (World Information Society Day)ના નામે ઉજવાય છે.
- વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ (વર્લ્ડ હાયપરટેન્શન ડે)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર મે ૧૭ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.