જૂન ૧૮
Appearance
૧૮ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૬૫૬ – અલી રશીદન ખિલાફતના ખલીફા બન્યા.
- ૧૫૭૬ – હલ્દીઘાટીનું યુદ્ધ, મેવાડના રાણા મહારાણા પ્રતાપ અને અંબરના માનસિંહ પ્રથમની આગેવાની હેઠળના સૈન્ય દળો અને મુઘલ સમ્રાટ અકબરના દળો વચ્ચે લડવામાં આવ્યું.
- ૧૯૨૮ – વિમાન ચાલક એમેલિયા એરહાર્ટ (Amelia Earhart), એટલાન્ટીક મહાસાગરને વિમાનમાં ઉડીને પાર કરનાર પ્રથમ મહિલા બન્યા. ('વિલ્મર સ્ટુટ્ઝ' (Wilmer Stutz) વિમાનચાલક અને 'લ્યુ ગોર્ડન' (Lou Gordon) મિકેનિક).
- ૧૯૪૬ – ડો. રામમનોહર લોહિયા, જાણીતા સમાજવાદી, એ ગોઆમાં પોર્ટુગિઝો સામે 'સીધા પગલાં દિન' જાહેર કર્યો. પંજીમમાં એક રસ્તાને તેમનું નામ આપવામાં આવ્યું. આ દિવસને ગોઆ ક્રાંતિ દિન તરીકે ઓળખવામાં આવે છે.
- ૧૯૭૫ – બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના પ્રથમ ગેરકોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા.
- ૧૯૮૧ – એડ્સના ચેપી રોગને 'સાન ફ્રાન્સિસ્કો', કેલિફોર્નિયામાં ચિકિત્સા જાણકારો દ્વારા પ્રાથમિક માન્યતા આપવામાં આવી.
- ૧૯૮૩ – અવકાશયાત્રી 'સેલી રાઇડ' (Sally Ride), અવકાશમાં જનાર પ્રથમ મહિલા બની.
- ૨૦૦૬ – પ્રથમ કઝાખ અવકાશ ઉપગ્રહ, કાઝસેટ-૧ લોન્ચ કરવામાં આવ્યો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૮૭ – અનુગ્રહ નારાયણ સિંઘ, ભારતીય રાષ્ટ્રવાદી રાજનેતા, ચંપારણ સત્યાગ્રહમાં સહભાગી ગાંધીવાદી અને આધુનિક બિહારના આર્કિટેક્ટ પૈકીના એક (અ. ૧૯૫૭)
- ૧૮૯૩ – પરમાનંદ કાપડીયા, ગુજરાતી સાહિત્યકાર
- ૧૮૯૯ – દાદા ધર્માધિકારી, ગાંધીવાદી કાર્યકર અને દાર્શનિક (અ. ૧૯૮૫)
- ૧૯૦૮ – પી. કક્કન, ભારતીય રાજકારણી, સ્વાતંત્ર્ય સેનાની અને ભારતની બંધારણ સભાના સભ્ય (અ. ૧૯૮૧)
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૫૮ – રાણી લક્ષ્મીબાઈ, ઝાંસી રાજ્યના રાણી અને ૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામના નાયિકા (જ. ૧૮૨૮)
- ૧૯૩૬ – મેક્સિમ ગોર્કી, રશિયન નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નાટ્યકાર (જ. ૧૮૬૮)
- ૧૯૪૮ – હરિલાલ ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી અને કસ્તુરબા ગાંધીના સૌથી મોટા પુત્ર (જ. ૧૮૮૮)
- ૨૦૦૫ – સૈયદ મુસ્તાક અલી, ભારતીય ક્રિકેટર (જ. ૧૯૧૪)
- ૨૦૨૧ – મિલ્ખા સિંઘ, ગ્રીષ્મ ઓલિમ્પિકમાં (રોમ, ૧૯૬૦ તથા ટોક્યો, ૧૯૬૪) ભારતનું પ્રતિનિધિત્વ કરનાર દોડવીર (જ. ૧૯૩૫)