લખાણ પર જાઓ

જુલાઇ ૧૬

વિકિપીડિયામાંથી

૧૬ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૬૨૨ – ઇસ્લામીક પંચાંગની શરૂઆત થઈ.
  • ૧૬૬૧ – યુરોપની પ્રથમ ચલણી નોટો સ્વીડિશ બેંક સ્ટોકહોમ્સ બેન્કો દ્વારા બહાર પાડવામાં આવી.
  • ૧૯૪૫ – મેનહટ્ટન પ્રોજેક્ટ: ન્યૂ મેક્સિકોના એલામોગોર્ડો નજીક યુનાઇટેડ સ્ટેટ્સે પ્લુટોનિયમ આધારિત પરીક્ષણ પરમાણુ શસ્ત્રનો સફળતાપૂર્વક વિસ્ફોટ કરી પરમાણુ યુગની શરૂઆત કરી.
  • ૧૯૬૫ – ફ્રાન્સ અને ઇટાલી (Italy)ને જોડતી મૉ બ્લાં ટનલ (Mont Blanc Tunnel) ખુલ્લી મુકાઈ.
  • ૧૯૬૯ – એપોલો કાર્યક્રમ: એપોલો ૧૧ (Apollo 11), ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની પ્રથમ અંતરિક્ષ યોજનાનું કેનેડી અવકાશ મથક,ફ્લોરિડાથી, પ્રક્ષેપણ કરાયું.
  • ૧૯૭૯ – ઇરાકી પ્રમુખ હસન અલ બક્રએ રાજીનામું આપ્યું, અને તેમને સ્થાને સદ્દામ હુસૈન (Saddam Hussein) પ્રમુખ બન્યા.
  • ૧૯૯૪ – ધૂમકેતુ શુમેકર-લેવિ ૯ (Comet Shoemaker-Levy 9), ગુરુ સાથે અથડાયો. જેનો પ્રભાવ જુલાઇ ૨૨ સુધી ચાલુ રહ્યો.
  • ૧૯૯૯ - જ્હોન એફ કેનેડી જુનિયર, તેમનાં પત્ની કેરોલિન અને તેમની બહેન લોરેન બેસેટનું હવાઈ દુર્ઘટનામાં અવસાન થયું. દુર્ઘટનાગ્રસ્ત પાઇપર સારાટોગા પીએ-૩૨ આર વિમાનનું સંચાલન જ્હોન એફ કેનેડી જુનિયર કરી રહ્યા હતા, તે માર્થાના દ્રાક્ષના બગીચાના દરિયાકાંઠે એટલાન્ટિક મહાસાગરમાં તૂટી પડ્યું.
  • ૨૦૦૪ – શિકાગોના ૨૧મી સદીની પ્રારંભિક સ્થાપત્ય પરિયોજના ગણાતા મિલેનિયમ પાર્કને મેયર રિચાર્ડ એમ. ડેલી દ્વારા જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]