ડિસેમ્બર ૨૪
Appearance
૨૪ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫૮મો (લિપ વર્ષ દરમ્યાન ૩૫૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૩૭ – ભોપાલની લડાઇમાં મરાઠાઓએ મુઘલ સામ્રાજ્યની સંયુક્ત સેનાઓ, જયપુરના રાજપૂતો, હૈદરાબાદના નિઝામ, અવધના નવાબ અને બંગાળના નવાબને હરાવ્યા.
- ૧૭૭૭ – જેમ્સ કૂક દ્વારા ક્રિસમસ આઇલેન્ડ તરીકે ઓળખાતા કિરિટિમતી દ્વિપની શોધ કરવામાં આવી.
- ૧૯૨૪ – આલ્બેનિયા પ્રજાસત્તાક બન્યું.
- ૧૯૨૪ – ફ્રેન્ચ સંસ્થાનવાદી વહીવટીતંત્ર દ્વારા કમ્બોડીયાના રાષ્ટ્રીય પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- ૧૯૫૧ – લિબિયા સ્વતંત્ર થયું.
- ૧૯૯૯ – કંદહાર વિમાન અપહરણ ઘટના: ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ ૮૧૪ને કાઠમંડુ અને દિલ્હી વચ્ચે ભારતીય હવાઇ ક્ષેત્રમાં અપહરણ કરવામાં આવી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૨૪ – નારાયણ દેસાઈ, ભારતીય ગાંધીવાદી અને લેખક (અ. ૨૦૧૫)
- ૧૯૫૪ – નિરંજન રાજ્યગુરુ, ગુજરાતી લોકસાહિત્યકાર, ભજનિક, કવિ, વિવેચક, સંશોધક, લેખક અને પારંપરીક કળાઓના વિદ્વાન
- ૧૯૫૬ – અનિલ કપૂર, ભારતીય અભિનેતા અને નિર્માતા
- ૧૯૯૭ – નીરજ ચોપરા, ભારતીય એથ્લેટ
અવસાન
[ફેરફાર કરો]- ૧૫૨૪ – વાસ્કો દ ગામા, પોર્ટુગીઝ સંશોધક અને દરિયાઈ માર્ગે ભારત પહોંચનારો પ્રથમ યુરોપિયન (જ. ૧૪૬૯)
- ૧૯૩૨ – ઐયામદ દેવૈઆ, ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધના મહાવીર ચક્ર (પુરસ્કાર) વિજેતા ભારતીય વાયુસેનાના વિમાનચાલક (અ. ૧૯૬૫)
- ૧૯૪૧ – ઉપાસની મહારાજ, હિન્દુ ધર્મના ગુરુ (જ. ૧૮૭૦)
- ૧૯૬૯ – ભીખાલાલ (બાલાભાઈ) વીરચંદ દેસાઈ, જયભિખ્ખુ તરીકે જાણીતા ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૦૮)
- ૧૯૮૭ – એમ. જી. રામચંદ્રન,ભારતીય રાજકારાણી, તમિલનાડુના ભુતપૂર્વ મુખ્ય મંત્રી અને ફિલ્મ અભિનેતા (જ. ૧૯૧૭)
- ૨૦૦૮ – હેરોલ્ડ પિન્ટર, આંગ્લ નાટ્યલેખક અને દિગ્દર્શક, ૨૦૦૫ના સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક વિજેતા (જ. ૧૯૩૦)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૧૧-૧૭ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર December 24 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.